1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં ત્રીજી લહેરની શંકાઓનો ભયઃ જાણો કયા રાજ્યો પર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેરની આફત
દેશમાં ત્રીજી લહેરની શંકાઓનો ભયઃ જાણો કયા રાજ્યો પર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેરની આફત

દેશમાં ત્રીજી લહેરની શંકાઓનો ભયઃ જાણો કયા રાજ્યો પર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેરની આફત

0
Social Share
  • સમગ્ર દેશમાં કોરોનાનો ભય
  • ત્રીજી લહેરની શંકાઓ 
  • કેટલાક જીલ્લાઓને લઈને એલર્ટ

મુંબઈઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ  રહીછે, વિશ્વભરમાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં વધાર થઈ રહ્યો છે,ત્યારે હવે ભારતમાં પણ કોરોનાએ ફરી ચિતાં વધારી છે. કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં એક મહિનામાં 40 હજાર પર સ્થિર છે. નિષ્ણાંતોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે કે આ કેસો વધવાની શક્યાતો છે.

કોરોનામાં કરવામાં આવેલા સર્વેમાં અંદાજે 68 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી છે, જેમાં વેક્સિન લીધાલા લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યાર હવે ભારતના 13 રાજ્યોમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. આ રાજ્યોમાં કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોનો સમાવેશ થાય છે.

નિષ્ણાંતો  જણાવ્યા પ્રમાણે મોટા પાયા પર લોકોમાં એન્ટીબોડી મળી રહી છે જે સ્પષ્ટ છે કે ત્રીજી લહેર પહેલા જેવી ભયંકરજોવા નહી મળે. પરંતુ જે રીતે કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે અને તે 40 હજાર પર સ્થિર થઈ ગયા છે. તે ત્રીજી લહેરની શંકા હોઈ શકે છે. અનેક દેશમાં એવું જ થયું છે. તેઓ અત્યાર સુધી અનેક લહેરોનો સામનો કરી ચૂક્યા છે. અનેક રાજ્યોમાં 2થી વધારે લહેર આવી ચૂકી છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આવનારા દિવસોમાં સંક્રમણ વધવાનો ભય દેખાઈ રહ્યો છે,જો  ભીડ ન ભેગી થાય અને ધ્યાન રાખવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય છે,જેથી ત્રીજી લહેર ખતમ થઈ જાય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડાઓ પ્રમાણે કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, પૂર્વોત્તરના 8 રાજ્યો સહિત કુલ 13 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસો ફરીથી નોંધાઈ રહ્યા છે. આ  એક્ટિવ કેસો વધવાના સંકેત આપી રહ્યા છે.

આ સમગ્ર મામલે આઈઆઈટી કાનપુરનું કહેવું છે કે ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની સંભાવના સેવાઈ રહી છે. તો હૈદરાબાદ યુનિવર્સિટીનો દાવો છે કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં જ કેસ વધારા સાથે ત્રીજી લહેરની શંકાઓની શરુઆત થઈ ચૂકી છે.ત્યારે હવે કોરોનાને લઈને અનેક રાજ્યોમાં ત્રીજી લહેરની શંકાઓનો ભય જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code