ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાદા રાબુકા આજથી ત્રણ દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ રહેશે. પીએમ રાબુકા સાથે આવનાર પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રી, રતુ એન્ટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રાબુકાની આ ભારતની પ્રથમ મુલાકાત છે. પીએમ રાબુકા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. પીએમ રાબુકા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે.
ફિજીના પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને ફિજી વચ્ચેના લાંબા ગાળાના અને સ્થાયી સંબંધો માટે મહત્વપૂર્ણ છે.