નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ (Comprehensive Strategic Partnership) માટેના રોડમેપના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને આર્થિક સહયોગ, ડિજિટલાઇઝેશન, કનેક્ટિવિટી, કૌશલ્ય વિકાસ અને ટકાઉપણું સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. આજે યોજાનાર ભારત-સિંગાપોર મિનિસ્ટિરિયલ રાઉન્ડટેબલના ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે મંત્રીઓ સિંગાપોરની મુલાકાતે છે.
વધુ વાંચો: કેન્દ્રીય કેબિનેટે ચાર રેલવે પ્રોજેક્ટ અને એક હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી


