1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક
દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક

દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક

0
Social Share

અમદાવાદઃ દહેગામ નજીક આવેલી ઝાક GIDCમાં લાકડાંના એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રીગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે.

અમદાવાદના ફાયરબ્રીગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે.વહેલી સવારે કોલ મળ્યો હતો કે દહેગામ પાસે આવેલી ઝાક GIDCમાં હરિઓમ ટિમ્બર વૂડ વર્કસ નામના લાકડાંના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવા માટે 4 ટેન્કર, 6 ગજરાજ, 1 ડિવિઝનલ ઓફિસર, 2 સ્ટેશન ફાયર ઓફિસર, 1 સબ ઓફિસર સહિત 35 જેટલા સ્ટાફે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવાઈ હતી

ફાયરબ્રીગેડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગમાં લાકડાંની સ્ક્રેપ,પાટીઓ, ફર્નિચર પ્લાય, ફિનિશ ગુડ્સ, દરવાજા, વૂડ પેલેટ્સ વગેરે બળીને ખાક થઈ ગયું હતું. ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા વોટર રીલે કરીને 4 જગ્યાથી પાણીની લાઈનો બનાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. લાકડાંના ગોડાઉનમા‌ લાગેલી આગ બુઝાવવા માટે અંદાજે 2 લાખ લિટર પાણીનો વપરાશ થયો હતો. આગનું કારણ જાણવા મળ્યું નથી. આગને બુઝાવ્યા બાદ એને કૂલિગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code