હૈદરાબાદ, 22 સપ્ટેમ્બર 2026: તેલંગાણાના આદિલાબાદમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી બે નવજાત શિશુઓના મોત થયા હતા. અગ્નિશમન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડમાં દાખલ કરાયેલા અન્ય 20 શિશુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઘટના રાત્રે લગભગ 11:50 વાગ્યે બની હતી. માહિતી મળતાં જ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
RIMS હોસ્પિટલમાં આગ લાગી
આદિલાબાદની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સેજ (RIMS) માં રાત્રે આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાસ્થળે હાજર ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં 20થી વધુ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા; તેમાંથી 20 બાળકોને બચાવી લેવાયા હતા, જ્યારે બે નવજાત શિશુઓના મોત થયા હતા.
વધુ વાંચો: મણિપુરમાં નગા સમુદાયના કિશોરની ગોળી મારી હત્યા, બે ઉગ્રવાદીની ધરપકડ


