
- આદિ પુરુષ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ
- હનુમાનજીનો અવતાર જોવા મળ્યો
મુંબઈઃ આદિપુરુષ ફિલ્મ ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે ‘આદિપુરુષ’ના ભગવાન હનુમાનના પાત્રનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.આ ફિલ્મમાં દેવદત્ત ગજાનન નાગે હનુમાનનું પાત્ર ભજવી રહ્યા છે. દેવદત્ત મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં લોકપ્રિય સ્ટાર છે. તે જ સમયે, તેઓને બજરંગ બલીનું પાત્ર ખૂબ જ પસંદ છે.
આ લૂક રિલીઝ થતા ચાહકોની ચર્ચામાં વધારો કરી રહ્યો છે, સાથે જ તે પોસ્ટર રિલીઝ થતાની સાથે જ તેઓ ચર્ચામાં આવી ગયા છે.ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતા પ્રભાસે હનુમાન જયંતિ પર ફિલ્મમાંથી ‘હનુમાન’ એટલે કે દેવદત્ત ગજાનન નાગેનો લુક જાહેર કર્યો છે.
દેવદત્ત ગજાનન નાગે પણ ઓમ રાઉત સાથે તેની ફિલ્મ ‘તાન્હાજી’માં કામ કર્યું છે. આ સિવાય તે ‘બાજીરાવ મસ્તાની’, ‘સત્યમેવ જયતે’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. દેવદત્ત મુખ્યત્વે મરાઠી ફિલ્મો અને શોમાં લોકપ્રિય સ્ટાર છે. તે જ સમયે, હવે ચાહકો તેને ‘આદિપુરુષ’માં બજરંગ બલીની ભૂમિકામાં હવે જોવા મળશે.
https://www.instagram.com/actorprabhas/?utm_source=ig_embed&ig_rid=3f551c20-1b45-46b9-b32b-8772b3f1bdd2
અભિનેતાએ નવા પોસ્ટર સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘રામના ભક્ત અને રામનું જીવન… જય પવનપુત્ર હનુમાન!’ બજરંગ બલીની જન્મજયંતિના અવસર પર બહાર જારી કરવામાં આવેલ આ પોસ્ટર ચાહકોની ફિલ્મ જોવાની આતુરતા વધારતું જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ આ ફિલ્મ સામે ફરિયાદ નોંધાઈ હતી વાત એમ હતી કે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રીલીઝ થયા બાદ ધાર્મિક લાગણી દૂભાયાની ફરિયાદ પણ મુંબઈ પોલીસને આપવામાં આવી છે. મુંબઈના સાકીનાકા પોલીસ મથકે આપવામાં આવેલી ફરિયાદમાં જણાવાયા અનુસાર આ પોસ્ટરમાં થયેલું ભગવાન શ્રી રામ અને સીતા માતાનું ચિત્રણ હિન્દુઓની ધાર્મિક માન્યતા અને સંસ્કારો સાથે મેળખાતું નથી. ભગવાન શ્રી રામને જનોઈ વિના દર્શાવાયા છે જેને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.