
ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન – CM હેમંત સોરેને દુઃખ વ્યક્ત કર્યું, બે દિવસના રાજ્ય શોકની જાહેરાત
- ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહોતોનું નિધન
- સીએમ સોરેને દુખ વ્યક્ત કર્યું
દિલ્હીઃ- ઝારખંડ રાજ્યના મંત્રીને લઈને એક દુખદ સમાચાર સામે આવ્યા છે જાણકારી પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોનું નિધન થયું છે. મહતોની ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજ રોજ સવારે નિધન થયું છે
શિક્ષણ મંત્રીના નિધન પર ઝારખંડમાં બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન, તમામ ઇમારતો જ્યાં નિયમિતપણે ત્રિરંગો લહેરાવવામાં આવે છે તે અડધો નમેલો રાખવામાં આવશે. આ સમય દરમિયાન રાજ્યમાં કોઈ કાર્ય થશે નહીં. આ સાથે આજે તમામ સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.
શિક્ષણ મંત્રીના નિધનને લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને નિધનની જાણકારી આપી છે. જગરનાથ મહતોના નિધનના સમાચારથી રાજ્યના રાજકીય નેતાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
अपूरणीय क्षति!
हमारे टाइगर जगरनाथ दा नहीं रहे!
आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया।
परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की…— Hemant Soren (@HemantSorenJMM) April 6, 2023
આ સાથે જ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ જગરનાથ મહતોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઝારખંડ સરકારના મંત્રી શ્રી જગરનાથ મહતોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેઓ એક કુશળ આંદોલનકારી, સામાજિક કાર્યકર અને રાજકારણી હતા.
झारखंड सरकार के मंत्री श्री जगरनाथ महतो जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। वो एक कुशल आंदोलनकर्ता, समाजसेवी और राजनेता थे।
ईश्वर से प्रार्थना करता हूँ कि उनकी आत्मा को शांति एवं परिजनों को दुःख सहने की शक्ति प्रदान करें। भावभीनी श्रद्धांजलि!
— Tejashwi Yadav (@yadavtejashwi) April 6, 2023
જાણકારી પ્રમાણે ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતો એ નવેમ્બર 2020માં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. મહતોને ગયા મહિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તે પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા ત્યારે આજે તેમણે અંતિમ શ્વાસ લીઘા હતા.