1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના SP રિંગ રોડ પર AMTSનો પ્રથમ રૂટ્સ અસલાલી- ઝૂંડાલ સર્કલનો આજથી શરૂ કરાશે
અમદાવાદના SP રિંગ રોડ પર AMTSનો પ્રથમ રૂટ્સ અસલાલી- ઝૂંડાલ સર્કલનો આજથી શરૂ કરાશે

અમદાવાદના SP રિંગ રોડ પર AMTSનો પ્રથમ રૂટ્સ અસલાલી- ઝૂંડાલ સર્કલનો આજથી શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરી વિસ્તારનો વ્યાપ પણ વધ્યો છે. રહેણાક માટેના મકાનો શહેરના સીમાડા સુધી બની ગયા છે. શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની પુરતી સુવિધા મળી રહે તે માટે એએમટીએસ બસના નવા રૂટ્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એસપી રિંગ રોડ પર અસલાલીથી ઝૂંડાલ સર્કલ સુધીનો નવો રૂટ્સ આજથી શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરદાર પટેલ (એસપી) રિંગરોડ ઉપર હવે રેસીડેન્સિયલ અને કોમર્શિયલ બાંધકામો વધ્યા છે. રિંગરોડ પર લોકોને અવરજવર માટે સરળતા રહે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસને હવે રિંગ રોડ પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિંગરોડ પર બે રૂટમાંથી પહેલા રૂટની શરૂઆત પૂર્વ વિસ્તારમાં કરવામાં આવશે. સોમવારે એસપી રીંગ રોડ રૂટ નંબર 1 અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીની શરૂઆત થશે. મેયર કિરીટ પરમાર અને ભાજપના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી બસ રૂટનો પ્રારંભ કરાવાશે.

શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર હવે લોકોની અવરજવર વધી છે અને લોકોને જાહેર પરિવહનની સુવિધાનો લાભ મળી રહે તેના માટે સરદાર પટેલ (એસપી) રિંગરોડ પર AMTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રિંગરોડ પરના પૂર્વ પટ્ટાનો સૌ પ્રથમ રૂટ અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીનો શરૂ કરવામાં આવશે. પૂર્વમાં રૂટની શરૂઆત બાદ આગામી દિવસોમાં પશ્ચિમમાં પણ રૂટ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. શહેરના રિંગરોડ પર સૌ પ્રથમ અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના રૂટની આજે સવારે 10 વાગ્યે કઠવાડા-નિકોલ ક્રોસ રોડ રિંગરોડ પરથી મેયર દ્વારા ફ્લેગ ઓફ કરી શરૂઆત કરાવવામાં આવશે. આ રૂટમાં વટવા ક્રોસ રોડ, રોપડા ચોકડી, વિનોબાભાવેનગર ક્રોસ રોડ, લાલગેબી આશ્રમ(હાથીજણ), રામોલ ક્રોસ રોડ, વસ્ત્રાલ ચોકડી, ઓઢવ ક્રોસ રોડ, નિકોલ કઠવાડા રિંગ રોડ, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, રણાસણ સર્કલ, કરાઈ પોલીસ એકેડમી, ભાટ સર્કલ, તપોવન સર્કલ અને ઝુંડાલ સર્કલ એમ 15 સ્ટોપેજ રહેશે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code