નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો ટ્રાવેલર ઊંડી ખીણમાં ખાબક્યો હતો.. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લીધા છે અને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના પોંડા વિસ્તારમાં મંગળવારે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.