અમદાવાદઃ ગાંધીનગરના નભોઈ કેનાલમાં પ્રવાસીઓ ભરેલી કાર ખાબકી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ ડુબ્યાં હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે 3 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક યુવક અને એક યુવતીનું મોત થયું છે. કારમાં સવાર અન્ય લોકોની ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. કેનાલમાં ખાબકેલી કારમાં પાંચ જેટલા લોકો હોવાની સંભાવના છે. હાલ ફાયર વિભાગ દ્વારા 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક યુવક અને એક યુવતીનું મોત થયું છે.કારમાં કુલ પાંચ લોકો સવાર હોવાની સંભાવના છે.ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.
નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર પડેલી કારને સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા કારને કેનાલ માંથી બહાર કાઢવામાં આવી છે.કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી રાહત અને બચાવ કામાગીરીમાં મુશ્કેલી આવી રહી હતી. હાલ અન્ય કારમાં અન્ય કોઈ લોકો હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.