બેંગ્લોરઃ તમિલનાડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતા. તંજાવુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સેંગકીપટ્ટી પુલ નજીક સરકારી બસ અને ખાનગી ટેમ્પો વાન વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે આ અકસ્માત અંગે માહિતી આપી છે.
તંજાવુર જિલ્લા કલેક્ટર પ્રિયંકા બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો. તેમણે કહ્યું કે અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. બધાની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.