Site icon Revoi.in

યુનિવર્સિટીઓની વિવિધ ભરતીમાં હવે ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે

Social Share

અમદાવાદ,23 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો સહિતની ભરતીમાં ફિક્સ પગારમાં કરેલી નોકરીનો અનુભવ ગણવામાં આવતો નહતો. તેથી ક્વોલીફાઈડ ઉમેદવારોની ટીચિંગનો અનુભવ ઓછો હોવાને લીધે  પસંદગી થઈ શકતી નહતી. આ અંગે ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરીને ફિક્સ પગરામાં કરેલી નોકરીનો અનુભવ માન્ય રાખવા માગણી કરી હતી. આથી શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા. હવે નવા નિર્ણય મુજબ 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ માન્ય ગણાશે.

ગુજરાતની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીમાં હવેથી આ નિયમ અમલ કરવાનો રહેશે. શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે. અત્યાર સુધી પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન ફિક્સ પગાર પર અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવેલી સેવા અનુભવ તરીકે માન્ય ગણાતી નહોતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા. હવે નવા નિર્ણય મુજબ 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ માન્ય ગણાશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ભરતી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા દૂર કરી સમાનતા જાળવવામાં આવે. આ નવો નિયમ ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીમાં લાગુ પડશે.

 શિક્ષણવિદોના મત મુજબ, આ સુધારાથી લાંબા સમયથી ફિક્સ પગારે સેવા આપતા અધ્યાપક સહાયકોને ન્યાય મળશે અને ઉચ્ચ પદોની ભરતીમાં તેમની તક વધશે. સાથે-સાથે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા પણ સુનિશ્ચિત થશે.

Exit mobile version