
ફોલો કરો આ ટિપ્સ અને સસ્તામાં માણો ફરવાની મજા
ક્યારેક આપણે લોકોને ફરતા જોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે આ વ્યક્તિને શું ફરવાનું મોંઘુ નહીં પડતું હોય, કેટલાક લોકો આર્થિક રીતે શ્રધ્ધર હોય છે પણ કેટલાક લોકો શ્રધ્ધર ન હોવા છત્તા પણ ફરવા જતા હોય છે અને તે લોકો લગભગ આ પ્રકારની ટિપ્સને ફોલો કરતા હશે.
આ એક એવી ટિપ્સ છે કે જેમાં લોકોને ઓછા ખર્ચે વધારે ફરવાનું મળી શકે છે. સૌથી પહેલા વાત કરીએ એરપોર્ટની તો, જો તમે એરપોર્ટ પરથી ટેક્સી-કેબ બુક કરાવો છો તો તે તમને ઘણો ખર્ચ કરાવશે. તેથી તમારે આવી સ્થિતિમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જતી વખતે રસ્તામાં કોઈ એવી જગ્યાએ ઉતરો જ્યાંથી તમે ટેક્સી મેળવી શકો. પછી ત્યાંથી ટેક્સી બુક કરો. આ કરવાથી તમને ટેક્સી બહુ મોંઘી નહીં લાગે.
આ ઉપરાંત તમે જે ટેક્સી એપનો સૌથી વધુ ઉપયોગ કરો છો, તે એપ વારંવાર તમને તમામ કૂપન કોડના મેસેજ મોકલતા હશે. આવા કોડ પર નજર રાખો અને જો જરૂરી હોય તો ટેક્સી-કેબ બુકિંગ દરમિયાન કોડ એપલાય કરો. તેનાથી તમારી કેબ સસ્તી પણ થાય છે. કેટલીકવાર લોકો એક જ કેબ એપનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમને સસ્તા ભાવે ટેક્સી જોઈએ છે તો તમે ઘણી એપ્સ પર તેની કિંમત ચકાસી શકો છો. આ સિવાય તમે પ્રાઈવેટ ટેક્સી બુકિંગની કિંમત પણ અલગથી જાણી શકો છો.