
પાયોરિયાની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ
- પાયોરિયા દાંતોમાં થનારી ગંભીર સમસ્યા
- પાયોરિયાની સમસ્યાને કરો દૂર
- ફોલો કરો આ ટીપ્સ
દાંતને યોગ્ય રીતે સ્વચ્છ ન કરવા પર મોમાં બેક્ટેરિયા થવા લાગે છે. જેથી પાયોરિયા નામનો રોગ થાય છે.લોકોમાં સામાન્ય જોવા મળતી આ સમસ્યાથી કેટલાક લોકો પરેશાન છે.તેનાથી દાંતોમાં દુ:ખાવો, પેઢામાં સોજો આવવો, સેંસિટિવિટી સહિત મોમાંથી દુર્ગંધ આવવી જેવી ફરિયાદો થવા લાગે છે. દાંતોને બરાબર રીતે સાફ ન કરતા, તમ્બાકુનું સેવન, ખરાબ ખાણીપીણી, અનેક દિવસો સુધી બ્રશ નહીં કરવું, દાંતોની વચ્ચે ખાવાનું ફસાઇ જવું તેમજ દાંતોમાં ખોટી રીતે ટૂથપેસ્ટ કરવાના કારણે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે.
પાયોરિયાના કારણે પેઢામાં સોજા આવવાની સાથે-સાથે લોહી, દાંત અને પેઢામાં દુ:ખાવા જેવી સમસ્યાઓ આવવા લાગે છે. જો કે, ઘરેલુ ઉપાયોની મદદથી પાયોરિયાની સમસ્યાથી કેટલીક હદ સુધી છૂટકારો પણ મેળવી શકાય છે.
લીમડો
ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એવો લીમડો કે જે પાયોરિયાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અસરકારક છે. એ માટે લીમડાના પાનનો રસ કાઢીને તેને પેઢાંની આજુબાજુ લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને નવશેકા પાણીથી ધોઈ નાખો. આ ઉપાય દરરોજ એક વાર કરવાથી પાયોરિયાની સમસ્યા મૂળમાંથી દૂર થઈ શકે છે.
નાળિયેર અને તલનું તેલ
એ માટે તમારા નાળિયેર અને તલના તેલથી પેઢામાં માલિશ કરવાની રહેશે. તદુઉપરાંત, થોડાંક સમય માટે તેલને આસપાસ લગાવી છોડી દો. લગભગ 15 મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ નાખો.
લવિંગ
થોડી માત્રામાં લવિંગનું તેલ લઇને તેને તમારા દાંતો પર ધીરે-ધીરે બ્રશ કરો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમે પાયોરિયાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.