1. Home
  2. ગુજરાતી
  3. માલદીવમાં આતંકવાદી સંગઠન ISISનો પગપેસાલોઃ NIAની ટીમ પણ તપાસ કરશે
માલદીવમાં આતંકવાદી સંગઠન ISISનો પગપેસાલોઃ NIAની ટીમ પણ તપાસ કરશે

માલદીવમાં આતંકવાદી સંગઠન ISISનો પગપેસાલોઃ NIAની ટીમ પણ તપાસ કરશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા જાકિર નાઈક હવે માલદીવમાં સક્રિય થયો છે તેના ભડકાઉ ભાષણોથી પ્રભાવિત થઈને હવે યુવાનો આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં માલદીવ પોલીસે ISISના 15 આતંકવાદીઓને માલદીવમાંથી ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ યુવાનો જાકિર નાઈકના વીડિયો અને ભડકાઉ સ્પીચ સાંભળીને ISISમાં જોડાયાં હતા. ભારત સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને એનઆઈએની એક ખાસ ટીમ માલદીવ મોકલવામાં આવી છે. આ ટીમ ISISના આતંકવાદીઓ અને તેમના સમર્થકોની પૂછપરછ કરશે. જાકિર નાઈક એનઆઈએના મોસ્ટવોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. જાકિર નાઈક સામે એનઆઈએ પાસે મહત્વના પુરાવા છે. જેથી NIAની ટીમ માલદીવની તપાસનીશ એજન્સીને મદદ કરશે.

માલદીવ ભારતનો પડોશી દેશ છે અને અહીં આતંકવાદી સંગઠન ISISની ગતિવિધીઓ વધારે તેજ બની છે. જેથી ભારત માટે ખતરો ઉભો કરી શકે છે. જેથી એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. માલદીવમાં 100થી વધારે યુવાનો હાલ ISISની ગતિવિધીઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. માલદીવમાં પકડાયેલા ISISના આતંકવાદીઓ પૈકી મોટાભાગના આતંકીઓ ડ્રગ્સના રવાડે ચડેલા છે. જેલમાં જ કટ્ટરપંથિઓ અને રેડિકલ ગ્રુપના તેઓ સતત સંપર્કમાં છે. જેલમાંથી મુક્ત થયા બાદ આ યુવાનો આતંકવાદી સંગઠનમાં જોડાઈ રહ્યાં છે. 17મી એપ્રિલ 2020ના રોજ ISISના મહિબાધુ સીમા ઉપર થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વિકારી હતી. પાંચ બોમ્બ હુમલામાં સમુદ્રી એમ્બ્યુલન્સ, ચાર સ્પીડ બોટ અને બે ડિંગિયો તબાહ કર્યાં હતા. આઈએસઆઈએસએ પોતાની ઈ-પત્રિકા વોઈસ ઓફ હિન્દમાં પોતાના સમર્થકોને ભારત અને માલદીવમાં આવા અન્ય હુમલા કરવા તૈયાર છે. દરમિયાન ભારતમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવામાં આવી હતી.

(PHOTO-FILE)

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code