
યુક્રેન માટે અમેરિકાએ રૂ. 40 કરોડનું સૈન્ય સહાયતા પેકેજ જાહેર કર્યું
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન ઉપર હુમલાને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. બીજી તરફ યુક્રેનને અમેરિકા અને યુકે સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન અમેરિકાએ યુક્રેન માટે કરોડોનું સૈન્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
અમેરીકાએ યુક્રેન માટે નવી સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. અમેરિકા સંરક્ષણ વિભાગે શુક્રવારે યુક્રેન માટે 40 કરોડનું સૈન્ય સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા જર્મનીમાં એક સુરક્ષા સહાયતા મથક સ્થાપીત કરનાર છે. જેનો ઉપયોગ યુક્રેન માટે તમામ હથિયારોના સ્થળાંતર તેમજ સૈન્ય પ્રશિક્ષણ ની દેખરેખ માટે કરવામાં આવશે. અમેરિકાથી મળતા સુરક્ષા પેકેજથી યુક્રેન ને રશિયાના હુમલાથી ખુદને બચાવવામાં મદદ મળશે. આ સિવાય યુક્રેનને પોતાની આકાશી રક્ષાને મજબુત કરવામાં નવી ક્ષમતા મળશે.