1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન
પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન

પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષિકાનું બળજબરીથી કરાવાયું ધર્મપરિવર્તન

0
Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. તેમજ અવાર-નવાર લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન સિંધ પ્રાંતમાં એક હિન્દુ શિક્ષિકાનું બળજબરથી ધર્માંતરણ કરાવાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આઘટનાને લઈને સ્થાનિક તંત્ર મૌન ધારણ કરી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિંધ પ્રાંતની શિક્ષિકા એકતા કુમારીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે અને તેનું નવું નામ આપશા કરી દેવામાં આવ્યું છે. આ યુવતી સિંધ પ્રાંતની એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા છે. પાકિસ્તાનના સામાજીક કાર્યકરે એકતા કુમારી અંગેની જાણકારી સોશિયલ મીડિયા સમક્ષ મુકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે 1000 લઘુમતી યુવતીઓનુ આ રીતે બળજબરથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code