Site icon Revoi.in

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલાં તરીકે ધરપકડ કરી

Social Share

નવી દિલ્હી: બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને રાજધાની બ્રાઝિલિયામાં પોલીસે નિવારક કસ્ટડીમાં લીધા છે. ફેડરલ સંઘીય અદાલતના આદેશ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કોઈ સજાને કારણે નહીં, પરંતુ તપાસકર્તાઓની વિનંતી પર સાવચેતીના પગલા તરીકે કરવામાં આવી છે.

બોલ્સોનારોને ગઈકાલે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક બ્રાઝિલિયામાં ફેડરલ પોલીસ મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. આ અટકાયત દેશમાં કથિત બળવાના કાવતરાની તપાસના અંતિમ તબક્કામાં છે. 2019 થી 2022 સુધી સત્તા સંભાળનારા બોલ્સોનારો ચોથી ઓગસ્ટથી નજરકેદમાં હતા અને જાહેર વ્યવસ્થાના રક્ષણના આધારે તેમની નિવારક અટકાયતનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ તેમને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Exit mobile version