Site icon Revoi.in

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ

Social Share

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારાઈ છે. સુપ્રીમ કોર્ટના 5 માંથી 4 ન્યાયાધીશોએ તેમને દેશમાં તખ્તાપલટ કરવાના દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટએ તેમને જેલ સજા સંભળાવી છે. બોલ્સોનારોને પાંચ કેસોમાં દોષી માનવામાં આવ્યા છે, જેમાં તખ્તાપલટનું ષડયંત્ર ઘડવા, લોકશાહી કાયદો અને વ્યવસ્થાને હિંસક રીતે નાબૂદ કરવાનો પ્રયાસ, સશસ્ત્ર ગુનાહિત સંગઠનમાં ભાગીદારી, ગંભીર નુકસાન પહોંચાડવું અને યાદીબદ્ધ વારસો સ્થળોની દુર્દશા કરવા જેવા આરોપો સામેલ છે.

સુપ્રીમ કોર્ટ 2 સપ્ટેમ્બરે કેસની સુનાવણી શરૂ કરી હતી, જેમાં દોષિત ઠેરવવા માટે 5 જજોની બેંચમાંથી બહુમતી જરૂરી હતી. જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસ અને ફ્લેવિયો ડિનો એ બોલ્સોનારોને આરોપોમાં દોષી ઠેરવ્યા, જ્યારે ન્યાયાધીશ લુઇઝ ફક્સે બુધવારે તેમને નિર્દોષ ગણાવવાના પક્ષમાં મત આપ્યો. સિંહુઆ ન્યૂઝ એજન્સીની રિપોર્ટ મુજબ, જસ્ટિસ કારમેન લુસિયા અને ક્રિસ્ટિયાનો જાનિને ગુરુવારે તેમને દોષી ઠેરવવા માટે પોતાના મત આપ્યા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને સજા સામે પડકાર આપવાનો મોકો છે. તેઓ આ ચુકાદા સામે 11 જજોની સંપૂર્ણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાલ, 70 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નજરકેદ હેઠળ છે. આ પરિસ્થિતિમાં તેઓ સુનાવણીના અંતિમ તબક્કામાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા. તેમણે આ આદેશને 2026ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની ઉમેદવારી અટકાવવાનું ષડયંત્ર ગણાવ્યું, જોકે તેમને પહેલાથી જ અન્ય આરોપોમાં જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી દેવાયા છે. જેયર બોલ્સોનારોએ આ ચુકાદાને ‘વિચ હન્ટ’ ગણાવી હતી. તેમના આ નિવેદનને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સમર્થન આપ્યું હતું, જેમણે બોલ્સોનારોના કેસના જવાબમાં બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. બોલ્સોનારોને દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું હતું, “આ ખુબ જ આશ્ચર્યજનક છે.