
દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ફટકો -દારુકૌંભાડ મામલે ન મળ્યા વચગાળાના જામીન
દિલ્હીઃ- રાજઘાની દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે કોર્ટના ચક્કરમાં ફસાયા છે ત્યારે આજરોજ શુક્રવારે ફરી સુપ્રિમકોર્ટ તરફથી તેઓને મોટો ફટકો પડ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને SC હાલમાં વચગાળાના જામીન મળ્યા નથી, આ સહીત સુપ્રિમ કોર્ટ દ્રારા આ મામલો 4 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ કેસનીજસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.
વધુમાં આ કેસને લઈને આજરોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ મનીષ સિસોદિયાની અરજી ફગાવી રહ્યા નથી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ઈડી અને સીબીઆઈ બંને કેસમાં જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
કોર્ટે કહ્યું કે તેમની બીમારી જામીનનો આઘાર હોઈ શકે નહી તેના માટે અમે હોસ્પિટલ અ એઈમ્સ અથવા અન્ય મોટી હોસ્પિટલોમાં લઈ જવામાં કોઈ સમસ્યા ઊભૂ કરીૂ રહ્યા નથી કારણ કે અમે બીમારી અને તેની ગંભીરતાને નકારતા નથી, પરંતુ આ જામીનનો આધાર હોઈ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો અને આ અંગે એફિડેવિટ પણ દાખલ કરી છે. દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયા પર ભ્રષ્ટાચારના ગંભીર કેસનો આરોપ છે.