
પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું. ગાંધીનગર ખાતે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા. આવતીકાલે 15મી ડિસેમ્બરના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આલોક-4 ખાતે સવારે 8.30થી 11.30 સુધી બેસણુ રાખવામાં આવ્યું છે.