1. Home
  2. ગુજરાતી
  3. પં.બંગાળના CM મમતાના સુરક્ષા સલાહકાર તરીકે સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રૂપક દત્તા નિયૂક્ત – રાજ્યપાલે આપી મંજૂરી
પં.બંગાળના CM મમતાના સુરક્ષા સલાહકાર તરીકે સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રૂપક દત્તા નિયૂક્ત – રાજ્યપાલે આપી મંજૂરી

પં.બંગાળના CM મમતાના સુરક્ષા સલાહકાર તરીકે સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રૂપક દત્તા નિયૂક્ત – રાજ્યપાલે આપી મંજૂરી

0
Social Share
  •  CM મમતાના સુરક્ષા સલાહકાર રૂપક દત્તા નિયૂક્ત
  • આ મામલે રાજ્યપાલે આપી મંજૂરી
  • રુપક દત્તા સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક  રહી ચૂક્યા છે

કોલકાતાઃ-  પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર નિયૂક્ત કરવામાં આવી ચૂક્યા છે આ મામલે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે જાણકારી અનુસાર કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક અને સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ નિયામક એવા રૂપક કુમાર દત્તાને સુરક્ષા-કાયદો અને વ્યવસ્થા પર સીએમ  મમતા બેનર્જીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિતેલા દિવસને ગુરુવારે આ અંગેનું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે આ સહીત રાજભવન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગુરુવારે આ નિમણૂકને મંજૂરી આપી હતી.

તેઓના નિવેદન પ્રમાણે વર્ષ , 1981 બેચના IPS અધિકારી દત્તા કે જેઓ બે વર્ષ સુધી આ પદ સંભાળશે. હાલમાં તેઓ બંગાળના ગૃહ વિભાગમાં સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.મમતા બેનર્જીની સરકાર દ્રારા વિતેલા મહિને તેમને પોલીસ કલ્યાણ – પોલીસ આવાસ, આરોગ્ય, નિવૃત્તિ લાભો સંભાળવાની જવાબદારી સોંવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code