- ટ્રક અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
બેંગ્લોરઃ તેલંગાણાના વિક્રાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે.
તેલંગાણાના વિક્રાબાદ જિલ્લામાં પરિગી પોલીસ સ્ટેશન હદમાં સિમેન્ટ ભરેલી ટ્રક અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. આ કેસમાં, વિકારાબાદ એસપી આઈપીએસ કે. નારાયણ રેડ્ડી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.