1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદ જોઈ શકાશે,આ છે ટિકિટની કિંમત
પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદ જોઈ શકાશે,આ છે ટિકિટની કિંમત

પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદ જોઈ શકાશે,આ છે ટિકિટની કિંમત

0
Social Share
  • અમદાવાદના દર્શન
  • હવે હેલિકોપ્ટરથી કરો
  • પહેલી જાન્યુઆરીથી શરૂ થશે સુવિધા

અમદાવાદ: ગુજરાતમાં આમ તો અનેક શહેરો છે જે ફરવા લાયક પણ છે અને રહેવા લાયક પણ છે. આ શહેરોમાં સૌથી ઉંપરના નંબર પર હોય તો એ છે અમદાવાદ, કારણ કે અહિંયા તમામ પ્રકારની સુવિધાઓ ડગલે ને પગલે મળી રહી છે. આવામાં અમદાવાદ ફરવા આવનારા લોકો અમદાવાદના દર્શન હેલિકોપ્ટરમાં બેસીને કરી શકશે.

જાણકારી અનુસાર અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાંઈકને કાંઈક નવું આકર્ષણ ભર્યું કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે જ 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રન્ટથી કોવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરી હતી.

હવે સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેડ પણ તૈયાર જ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જે લોકોને અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા હશે તેમને 3 હજારથી 5 હજાર સુધી ભાડું ચૂકવવું પડશે. હેલિકોપ્ટરમાં ભાડું બે પ્રકારે હશે જેમાં 10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું આપવું પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code