Homeગુજરાતીદેશ-વિદેશઅર્શ સે ફર્શ તક: ચા વેચવાથી લઈને ફુટપાથ પર રાતો વિતાવવા સુધીની...

અર્શ સે ફર્શ તક: ચા વેચવાથી લઈને ફુટપાથ પર રાતો વિતાવવા સુધીની છે કોમેડિયન સુનીલ પાલની સંઘર્ષગાથા

મુંબઈ, 15 ઓક્ટોબર 2026: બોલિવૂડ અને ટેલિવિઝન જગતના જાણીતા કોમેડિયન સુનીલ પાલ પોતાના બેબાક બયાનો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનીલ પાલે તેમના ભૂતકાળના સંઘર્ષો, મુશ્કેલ દિવસો અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ જીત્યા પછીની સફર વિશે ખુલીને વાત કરી હતી. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જન્મેલા સુનીલ પાલે વર્ષ 1995માં અભિનય અને મનોરંજનની દુનિયામાં નામ બનાવવા માટે મુંબઈ આવ્યા હતા, જ્યાં તેમને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા સુનીલ પાલે જણાવ્યું હતું કે, ગુજરાન ચલાવવા માટે તેમણે ચાની દુકાન પર કામ કર્યું હતું, છાપાં વેચ્યા હતા અને રિક્ષા પણ ચલાવી હતી. એટલું જ નહીં, ઘણી રાતો તેમણે ફુટપાથ પર પણ વિતાવી હતી. આટલી મુશ્કેલીઓ છતાં તેમણે ક્યારેય હિંમત ન હારી અને કોમેડી પ્રત્યેનો પોતાનો શોખ છોડ્યા વગર સતત મહેનત કરતા રહ્યા, જેનું પરિણામ તેમને વર્ષ 2005માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ શો જીતીને મળ્યું અને તેઓ ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયા.

ઇન્ટરવ્યુ દરમિયાન આજની કોમેડીમાં વધી રહેલી ગાળાગાળી અને અશોભનીય ભાષા પર નારાજગી વ્યક્ત કરતા સુનીલ પાલે જણાવ્યું હતું કે, આજકલના કોમેડિયન્સ સસ્તા લોકપ્રિયતા મેળવવા માટે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. માત્ર સમય રાણા જ નહીં પરંતુ અન્ય ઘણા કલાકારો પણ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેના કારણે યુવાનો પર નકારાત્મક અસર પડી રહી છે અને તેઓ ડિપ્રેશનમાં જઈ રહ્યા છે.

  • ‘હનુમાન અંશ’ ના વખાણ અને ‘કપિલ શો’ પર દાવો

સુનીલ પાલે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને તેમાં કોઈ અશ્લીલતા કે આઈટમ સોંગ વગર વાસ્તવિક ભારતીય સંસ્કૃતિની સુંદર કહાની રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, નેટફ્લિક્સના શો ‘ધ ગ્રેડ ઇન્ડિયન કપિલ શો’ અંગે દાવો કરતા તેમણે કહ્યું કે શોની ટીઆરપી વધારવા અને અમુક ચહેરાઓને લાઇમલાઇટમાં લાવવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular