Site icon Revoi.in

આજથી શારદીય નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ, યૌવન હીલોળા લેશે

Social Share

અંબાજીઃ ગુજરાતભરમાં આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ભીડ જોવા મળી હતી.. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર  સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી ઉડન ખટોલા શરૂ કરી દેવાયા હતા. ચાંપાનેરથી માચી સુધી જવા ST ની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. તેમજ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નવરાત્રીના પ્રથમ દિવસે આકાશ સ્વચ્છ અને વરસાદની શક્યતા ના હોઈ અંબાજી. પાવાગઢ અને ચોટિલામાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. સવારે મંગળા આરતીના દર્શનથી જ ભક્તોએ પાવાગઢ ડુંગર પર ચઢવાની શરૂઆત કરી દીધી હતી. જોકે આ વર્ષે ઉડન ખટોલા દ્વારા સવારે વહેલા પોતાની સેવા શરૂ કરી દીધી હતી અને વહેલી સવારથી ભક્તોએ પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી હતી  આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. જેમા ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેનાથી ટ્રાફિક જામ ના થાય અને ભક્તોને ચાંપાનેરથી માચી સુધી જવા માટે ખાસ એસટી બસના રૂટ પણ વધારી દેવાયા છે. તેમજ ત્યારે કોઈ અનિછનીય ઘટના ના બને તે હેતી ખાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

Exit mobile version