નવી દિલ્હીઃ ભારતીય અન્ન સલામતિ અને ધારાધોરણ સત્તામંડળ -FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોટી પ્રક્રિયાઓ સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવા તેમજ કૃત્રિમ રંગો અથવા મીણથી ફળોને કોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
FSSAI એ એક સૂચનામાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા કમિશનર્સ તેમજ FSSAI ના પ્રાદેશિક નિયામકોને કેલ્શિયમ કાર્બાઇડ જેવા રસાયણ સાથે ફળ પકવનારા એજન્ટોના ઉપયોગ સામે ફળ બજારો પર કડક નજર રાખવા વિનંતી કરી છે. FSSAI-એ તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને સલામત પ્રક્રિયાઓનું પાલન કરવા પણ વિનંતી કરી. સત્તામંડળે જણાવ્યું, ધોરણોનું ઉલ્લંઘન બદલ FSS એક્ટ, 2006 હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરાશે.