
મુંબઈની લોકલ ટ્રેનમાં વેક્સિનના બે ડોઝ લેનાર કરી શકશે મુસાફરી
- મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો મોટો નિર્ણય
- બે વેક્સિનના ડોઝ લેનાર કરી શકશે લોકલમાં સવારી
- 15 ઓગસ્ટથી લોકોને યાત્રા કરવાની આપવામાં આવી મંજૂરી
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાંસુધારો થતા રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર દ્વારા લોકલમાં યાત્રા કરનાર લોકોને છૂટ આપવામાં આવી છે. વાત એવી છે કે ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેઈનમાં તે લોકોને યાત્રા કરવાની મંજૂરી આપી રહ્યું છે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે અને બંને ડોઝ લીધાને 14 દિવસ થઇ ગયા હોય.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5508 કેસ સામે આવ્યો છે. જે એક દિવસ પહેલાની સરખામણીમાં 553 ઓછા છે. 24 કલાકમાં 151 દર્દીઓના મોત થયા છે. મોતની સંખ્યા પણ એક દિવસની પહેલાની સરખામણીમાં 36 ઓછા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,96,307 ટેસ્ટ કર્યા છે.
જો વાત કરવામાં આવે મહારાષ્ટ્ર લોકલની તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક વર્ષ પહેલા અમે વિચાર કર્યો હતો કે એક વર્ષમાં કોવિડ જતો રહેશે પણ આમ થયું નથી. હજુ પણ કેટલી લહેર આવવાની છે તે ખબર નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોવિડ-19ની મહામારીની ખતરનાક બીજી લહેરના કારણે એપ્રિલમાં ઉપનગરીય ટ્રેન સેવા સામાન્ય લોકો માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ફક્ત સરકારી કર્મચારી અને અનિવાર્ય સેવામાં રહેલા લોકો જ લોકલ ટ્રેનમાં યાત્રા કરી શકે છે.