
G 20ને લઈને ભોપાલમાં આજથી ‘થીંક 20’ની બે દિવસીય બેઠકની શરુઆત ,અનેક નિષ્ણાંતો લેશે ભાગ
- 2 દિવસીય થીંક 20ની બેઠક આજથી શરુ
- દેશ વિદેશની 300થી વધુ નિષ્ણાંતો ભાગ લેશે
દિલ્હીઃ- આ વખતે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને ભાજપ દ્રારા સતત તૌયૈરીઓ કરવામાં આવી રહી છે.આ સાથે જ આ અધ્યક્ષતાને લઈને અનેક બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે આ જ શ્રેણીમાં આજથી 2 દિવસીય થીંક 20 બેઠકનું આયોજન થી રહ્યું છે.ર્યક્રમના પ્રથમ દિવસે 13 સત્રો અને 2 બ્રીફિંગ ક્લસ્ટરનું આયોજન કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજથી 2 દિવસીય ‘થિંક-20’ બેઠક શરૂ થશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કુશાભાઉ ઠાકરે ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે જી-20 અંતર્ગત બે દિવસીય થિંક-20 બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ બેઠકમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી અને નૈતિક મૂલ્યો અને શુભ વૈશ્વિક સુશાસન વિષય પર ભારત અને વિદેશના 300 થી વધુ મંત્રીઓ, બુદ્ધિજીવીઓ અને વિષય નિષ્ણાતો ભાગ લેતા જોવા મળશે.
આ સહીત એક સત્રને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર જનરલ, રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ સચિન ચતુર્વેદી અને T-20 અધ્યક્ષ અને ડાયરેક્ટર જનરલ MPIDSA એમ્બેસેડર સુજોન ચિનોય દ્વારા સંબોધિત કરવામાં આવશે.
એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે બે દિવસીય બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ભારતના બૌદ્ધિકો અને અધિકારીઓ તેમજ વિવિધ દેશોના 94 પ્રતિનિધિઓ ભાગ લેશે. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તા એશિયન ડેવલપમેન્ટ બેંક ઇન્સ્ટિટ્યૂટ, ટોક્યોના ડીન અને સીઇઓ ટેત્સુશી સોનોબે ઉપસ્થિતિ રહેવાના છે.