AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રસ્તુત કર્યો, જાણો શું છે પૂરો વિવાદ?
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Chinese robot at the AI Summit ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચીની ડૉગ રોબોટને કારણે ભારે વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિતિન કુમાર ગૌરે રોબોડોગ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે આ રોબોટ યુનિવર્સિટીએ જાતે ડેવલપ (વિકસિત) નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીઓના સંશોધન (Research) માટે ખરીદવામાં આવ્યો હતો.
‘ડેવલપ’ અને ‘ડેવલપમેન્ટ’ શબ્દથી થઈ ગેરસમજ
નિતિન કુમાર ગૌરે જણાવ્યું કે વાયરલ વીડિયોમાં પ્રોફેસર નેહા સિંહે જે રોબોટ ‘ઓરિયન’ રજૂ કર્યો હતો, તેમાં ‘ડેવલપ’ અને ‘ડેવલપમેન્ટ’ શબ્દોના ખોટા ઉપયોગથી મૂંઝવણ ઊભી થઈ. તેમણે જણાવ્યું, ‘આ બે શબ્દોનો વિવાદ છે. ડેવલપ અને ડેવલપમેન્ટ. અમે તેને ડેવલપ નથી કર્યો. અમે તેના ડેવલપમેન્ટ પર કામ કર્યું. અમે તે લાવવા માંગતા હતા જેથી વિદ્યાર્થીઓ તેના પર સંશોધન કરી શકે. હું કહી શકું છું કે કદાચ તે (પ્રોફેસર નેહા) ઉતાવળમાં ‘ડેવલપ’ અને ‘ડેવલપમેન્ટ’ શબ્દોમાં મૂંઝવાઈ ગયા હશે. પરંતુ સત્ય એ છે કે અમે આ રોબોટ બાળકોના રિસર્ચ માટે ખરીદ્યો હતો.’
તેમણે વધુમાં કહ્યું કે જો ચીન દાવો કરી રહ્યું છે તો કદાચ તે ચીનથી જ ખરીદવામાં આવ્યો હોઈ શકે. યુનિવર્સિટીનું કહેવું છે કે રોબોટને ઇન-હાઉસ ઇનોવેશન તરીકે રજૂ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે વિદ્યાર્થીઓ માટે ડેમોન્સ્ટ્રેશન અને રિસર્ચ ટૂલ તરીકે લાવવામાં આવ્યો હતો.
છેવટે આ વિવાદ કેવી રીતે શરૂ થયો?
સમિટના એક્સ્પો એરિયામાં ગલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર રાખવામાં આવેલો ક્વાડ્રુપડ રોબોટ (રોબોડોગ) આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એક વીડિયોમાં પ્રોફેસર નેહા સિંહે તેને ‘ઓરિયન’ નામથી રજૂ કર્યો અને કહ્યું કે આ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સની પ્રોડક્ટ છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ચીની કંપની Unitreeના Go2 મોડલ જેવો ગણાવ્યો, જે બજારમાં લગભગ Rs. 2,50,000ની કિંમતે ઉપલબ્ધ છે. આના પર ‘મેક ઇન ઇન્ડિયા’ થીમ વાળી સમિટમાં વિદેશી પ્રોડક્ટને પોતાની બતાવવાનો આરોપ લાગ્યો.
ભારત મંડપમમાં ચાલી રહ્યો છે AI ઇમ્પેક્ટ પ્રોગ્રામ
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ભારત સરકારના IndiaAI મિશન હેઠળ ભારત મંડપમમાં ચાલી રહ્યો છે. આ સમિટ 16 થી 20 ફેબ્રુઆરી સુધી છે, જ્યાં 20 થી વધુ દેશોના નેતાઓ અને ટેક CEOs ભાગ લઈ રહ્યા છે. સમિટનું ફોકસ હ્યુમન-સેન્ટ્રિક AI, ઇનોવેશન અને ગ્લોબલ કો-ઓપરેશન પર છે. એવામાં ગલગોટિયાસના સ્ટોલના વિવાદથી સમિટની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


