Site icon Revoi.in

ગાંધીનગરઃ UCCનાં અધ્યક્ષ અને સભ્યોએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

Social Share

અમદાવાદઃ UCCનાં અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ શ્રીમતિ રંજના દેસાઈ અને UCCનાં સભ્યોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લધી. રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતિ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.

આ બેઠક દરમિયાન તેમણે કમિટિની કામગીરી પ્રગતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં સહભાગી થયા હતા. સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબહેન શ્રોફ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે, કાર્યકારી કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.