1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિન પર શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડના દાનની કરી જાહેરાત
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિન પર શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડના દાનની કરી જાહેરાત

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાના 60માં જન્મદિન પર શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા માટે રૂ. 60,000 કરોડના દાનની કરી જાહેરાત

0
Social Share

અમદાવાદઃ દેશના અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના 60માં જન્મદિવસ અને તેમના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દીના વર્ષની ઊજવણીના ભાગરૂપે અદાણી પરિવારે દેશની તાતી જરુરિયાત એવા સામાજીક ક્ષેત્રો માટે રૂ. 60 હજાર કરોડના માતબર રકમના દાનની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ અને સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સતત વધી રહેલી આવશ્યકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયનો તકાજો છે. આ દરેક ક્ષેત્રોમાં રહેલી ઉણપો ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને પામવામાં અવરોધક છે. આ તમામ ક્ષેત્રોમાં સંકલિત વિકાસ માટે ઠોસ પ્રયાસો સાથે લક્ષિત સમુદાયો સાથે ફળદાયી કામ કરવાના સમૃધ્ધ અનુભવનું ભાથું અદાણી ફાઉન્ડેશન ધરાવે છે. આ પડકારોને યોગ્ય સંસાધનોથી પહોંચી વળવાથી આપણા ભાવિ કાર્યબળની ક્ષમતા અને સ્પર્ધાત્મકતાના પાસાઓમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે.

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારી પ્રેરણાના મજબૂત સ્ત્રોત એવા મારા પિતાની 100મી જન્મ જયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા 60માં જન્મદિવસનું પણ વર્ષ હોવાથી પરિવારે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂ. 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. અદાણી પરિવારનું આ યોગદાન એવા કેટલાક તેજસ્વી બુધ્ધિશાળીઓને આકર્ષવાનો ઇરાદો ધરાવે છે કે જેઓ અમારી ‘ગ્રોથ વિથ ગુડનેસ’ની ફિલસૂફીને પરિપૂર્ણ કરવા માટે અદાણી ફાઉન્ડેશનની યાત્રામાં પરિવર્તન લાવવાનો જુસ્સો ધરાવે છે.

આ પ્રસંગે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન અને વિપ્રો લિમિટેડના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને તેમના પરિવારની પરોપકાર પ્રત્યેની પ્રતિબદ્ધતાએ એક ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે કે, આપણે બધા મહાત્મા ગાંધીના સંપત્તિના ટ્રસ્ટી શીપના સિદ્ધાંતને વ્યવસાયિક સફળતાની ટોચ પર રહીને જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને તે માટે આપણે આપણા સૂર્યાસ્તના વર્ષોની રાહ જોવાની જરૂર નથી. આપણા દેશના પડકારો અને શક્યતાઓની માંગ છે કે આપણે સંપત્તિ, પ્રદેશ, ધર્મ, જાતિ અને વિશેષ એવા તમામ વિભાજનને અવગણીને આપણે ભેગા મળીને કામ કરીએ. હું આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસમાં ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષોથી અદાણી ફાઉન્ડેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે તાલ મિલાવીને સમાજની બદલાતી જરૂરિયાતો પછી તે ટકાઉ આજીવિકા,આરોગ્ય અને પોષણ કે સર્વે માટે શિક્ષણ હોય અથવા તો પર્યાવરણીયની ચિંતા કરતા હોય તે ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરે બહુવિધ હિસ્સેદારો સાથે કામ કરવાાના અભિગમને પ્રતિસાદ આપ્યો છે આજે ફાઉન્ડેશન ભારતના 16 રાજ્યોના 2409 ગામોમાં 37 લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code