1. Home
  2. revoinews
  3. ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન
ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન

ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાની હેલ્થ ટિપ્સ સાથે GCCI-BWC હેલ્થ સમિટનું સમાપન

0
Social Share

અમદાવાદ, 20 ડિસેમ્બર, 2025ઃ GCCI-BWC Health Summit GCCI-BWC હેલ્થ સમિટનું 19 ડિસેમ્બરને શુક્રવારે અહીં સમાપાન થયું હતું, જેમાં ડૉ. કેયુર પરીખ તથા ડૉ. અનિસ ચંદારાણાએ હેલ્થ ટિપ્સ આપી હતી.

GCCI બિઝનેસ મહિલા કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મી ડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ સમિટની થીમ હતું: “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન – સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.

GCCI-BWC Health Summit
GCCI-BWC Health Summit

નિષ્ણાત ડૉક્ટરોએ જીવનમાં કામગીરી અને પરિવાર વચ્ચે સંવાદિતાનું મહત્ત્વ સમજાવ્યું

સમિટના અંતિમ દિવસે તારીખ 19 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્ય વક્તા તરીકે ડૉ. કેયુર પરીખ, એમડી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને મારેંગો CIMS હોસ્પિટલના ચેરમેન અને ડૉ. અનિશ ચંદારાણા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મારેંગો CIMS હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “હાર્મની વિથ હાર્ટ” તેમજ “વર્ક લાઈફ બેલેન્સ સ્ટ્રેટેજીસ ફોર એન્ટરપ્રેન્યોરસ એન્ડ ફેમિલીસ વિષય પર ઊંડાણમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી અને અન્ય પદાધિકારીઓ આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત સંબોધનમાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા આયોજિત કરેલી GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”ની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા આરોગ્ય કેન્દ્રિત કાર્યક્રમો વ્યવસાય જગતમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં તેમજ પ્રતિરોધક આરોગ્ય સંસ્કૃતિ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

GCCI BWCના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ પોતાના પ્રાસંગિક સંબોધન બાદ વક્તાઓના પરિચય દરમિયાન જણાવ્યું હતું કે આજના ઉદ્યોગસાહસિકો અને પરિવારો માટે વર્ક-લાઈફ બેલેન્સ તથા પ્રિવેન્ટિવ હેલ્થકેર હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે.

GCCI-BWC Health Summit
GCCI-BWC Health Summit

સત્ર દરમિયાન Marengo CIMS હોસ્પિટલના ચેરમેન અને પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કેયુર પરીખ તેમજ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અનિશ ચંદારાણા દ્વારા “Harmony with a Healthy Heart: Work-Life Balance – Strategies for Entrepreneurs and Families” વિષય પર અત્યંત માર્ગદર્શક અને માહિતીપ્રદ સંબોધન આપવામાં આવ્યું હતું. બંને વક્તાઓએ વ્યવસાયિક જવાબદારીઓ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવીને હૃદય સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.

સત્રનું સમાપન GCCI BWCના કો-ચેરપર્સન શ્રીમતી કવિતા દેસાઈ શાહે દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી અને આભારવિધિ સાથે થયું, જેમણે આજના સત્રને અર્થપૂર્ણ અને પ્રભાવશાળી બનાવવા બદલ વક્તા, મહાનુભાવો અને સહભાગીઓનો આભાર માન્યો હતો.

આ સમિટના અન્ય સમાચાર વાંચો અહીં…

“માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા

 

ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

 

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

 

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code