1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનામાં સામાન્ય રાહતઃ- સંક્રમિતોની સંખ્યામાં નોંઘાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ નોંધાયા
કોરોનામાં સામાન્ય રાહતઃ- સંક્રમિતોની સંખ્યામાં નોંઘાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ નોંધાયા

કોરોનામાં સામાન્ય રાહતઃ- સંક્રમિતોની સંખ્યામાં નોંઘાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ નોંધાયા

0
Social Share
  • કોરોનાના કેસમાં સામાન્ય રાહત
  • સંક્રમિતોની સંખ્યા ઘટી
  • 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ સામે આવ્યા
  • 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ જોવા મળી રહ્યો છેત્યારે કોરોનાના કેસના મામલે થોડી રાહત અનુભવાઈ છે, વિકતેલા દિવસને રવિવારના રોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે.

રવિવારના રોજ સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખથી ઓછી નોંધાઈ હતી. આ દિવસે કુલ 3 લાખ 66 હજાર 902 કેસ નોંધાયા હતા. તે જ સમયે, મૃત્યુની સંખ્યામાં પણ થોડો ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રવિવારે 3 હજાર 751 લોકોએ જીવ ગુમાવ્યા હતા.નોંધાયેલા મોલ અને નવા દર્દીઓની આ સંખ્યા તેના આગળના દિવસોની સંખ્યા કરતો ઓછી જોવા મળે છે.

સમગ્ર દેશમાં રવિવારના રોજ કોરોનાના કેસોમાં ,સામાન્ય ઘટાડો થયેલો જોવા મળ્યો છે, તો બીજી તરફ વિતેલા ગુરુવારના રોજ દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ 4 લાખ 24 હદારથી પણ વધુ નોંધાયા હતા, જો કે તે દિવલસથી મૃ્તયુમાં ઘટાડો થયો છે,આ સાથે જ સીએફઆપ વિતેલા ત્રણ દિવસથી 1 ટકા પર રહી છે, સીએફઆર એટલે કે, કુલ સંક્રમિતોમાંથી જેના કોરોનામાં મોત થયા છે તેની સંખ્યાને સીએફઆર તરીકે આળખાય છે.

સાપ્તાહિક કેસમાં ઘટાડો સૂચવે છે કે બીજી તરંગમાં સંક્રમણ ટોચ પર પહોંચી ગયું છે અથવા તો તેનાથી નજીક છે. આ અઠવાડિયે દેશમાં કુલ 27 લાખ 44 હજાર 545 કેસ નોંધાયા છે, જે આદગળના અઠવાડિયા કરતા 5 ટકા વધુ જોવા મળે છે,ઉલ્લેખનીય છે કે કોરોનાને પહોંચી વળશવા અનેક પાબંધિઓ પણ લગાવાઈ છે, તો કેટલાક રાજ્યોમાં લોકડાઉન જેવા પગલા ભરવામાં આવ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code