
હૃદયને સ્વસ્થ રાખવા આ ચીજોને ડાયટમાં કરો સામેલ
- કોરોનાની અસર હૃદય પર પણ
- હૃદયને સ્વસ્થ રાખવું બન્યું જરૂરી
- આ ચીજોને ડાયટમાં કરો સામેલ
કોરોના વાયરસની અસર ફક્ત ફેફસાં પર જ નહીં,પરંતુ હૃદય પર પણ પડી રહી છે. ખરાબ જીવનશૈલી અને યોગ્ય રીતે ખાણીપીણીનું સેવન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. કેટલીકવાર તે ગંભીર સમસ્યાઓનું કારણ પણ બને છે. તેનાથી હૃદયને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવા મુશ્કેલ સમયમાં સ્વસ્થ હૃદય રાખવું પણ ખૂબ મહત્વનું છે. તેથી નિયમિત કસરત કરો અને સ્વસ્થ આહાર લો. તો ચાલો આપણે જાણીએ કે, હૃદય,યકૃત અને લંગ્સ સ્વસ્થ રાખવા માટે તમે આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.
તુલસી
હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે તુલસીનું સેવન કરી શકો છો. તુલસીમાં ઘણા પોષક તત્વો હોય છે. તુલસીમાં વિટામિન સી,આયર્ન, જીંક,કેલ્શિયમ અને કલોરોફિલ જેવા પોષક તત્વો હોય છે. તે તમારી પાચક શક્તિ અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
લસણ
લસણનો ઉપયોગ મોટાભાગે રસોઈ માટે થાય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં એલિસિન પોષક તત્વો હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. આ સિવાય બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
અળસી
અળસીનું આયુર્વેદમાં ખૂબ મહત્વ છે. અળસીમાં ફાઇબર, સેલેનિયમ, પોટેશિયમ,જીંક, વિટામિન બી 1, બી 6, ઓમેગા 3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટી ઓક્સિડેંટ ગુણ હોય છે. તેઓ ઘણા રોગોથી બચાવવામાં મદદ કરે છે.
દુધી
દુધીમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. વજન ઘટાડવા માટે, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે તમે દુધીનું સેવન કરી શકો છો. તે હૃદયને સ્વસ્થ પણ રાખે છે.