સુરત એરપોર્ટ પરથી રૂ, 67 લાખના સોનાના બિસ્કીટ બિનવારસી હાલતમાં મળ્યાં
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છ. બીજી તરફ સોનાની દાણચોરી કરતા તસ્કરો પણ વિદેશથી વિવિધ માર્ગો સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન સુરત એરપોર્ટ ઉપરથી લાખોની કિંમતના સોનાના બિસ્કીટ બિનવારસી હાલતમાં મળી આવતા કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાથમિક માહિતી અનુસાર સુરત એરપોર્ટ ખાતે લગેજ ટ્રોલીમાંથી સોનાના બિસ્કીટ મળી આવ્યાં હતા. કસ્ટમના અધિકારીઓએ લગભગ રૂ. 67 લાખની કિંમતના 10 જેટલા સોનાના બિસ્કીટ જપ્ત કર્યાં હતા. તંત્રની તપાસમાં પકડાઈ જવાના ડરે કોઈ મુસાફર સોનાના આ બિસ્કીટ લગેજ ટ્રોલીમાં મુકીને પગાલ થઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કસ્ટમે સુરત એરપોર્ટ ઉપર તપાસ વધારે તેજ બનાવી છે.