1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર,સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ
ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર,સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ

ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર,સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ

0
Social Share
  •  ફિલ્મ ‘ગદર’ના ચાહકો માટે સારા સમાચાર
  • સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ
  • 2001 માં થઇ હતી રિલીઝ

મુંબઈ:સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ જ્યારે 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.ત્યારે તેણે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી સફળતાના પરિમાણને સ્પર્શ કર્યો. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે અને હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.જે તેના ચાહકો માટે કોઈ સારા સમાચારથી ઓછા નથી.

અહેવાલ મુજબ અનિલ શર્માએ આ ફિલ્મની વાર્તા પૂરી કરી છે. આ ફિલ્મમાં સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં જોવા મળશે.અમીષા પટેલ સકીનાની ભૂમિકા ભજવશે.તો ઉત્કર્ષ શર્મા આ બેના પુત્ર ચરણજીત ઉર્ફે જીતની ભૂમિકામાં જોવા મળશે. જ્યાં પહેલા ભાગમાં સની દેઓલ પાકિસ્તાનની ધરતી પર હંગામો કરતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે,આ વખતે પણ તારા સિંહ એટલે કે સની દેઓલ પાકિસ્તાન જઈને પાયમાલી સર્જશે, પરંતુ તેનો ગુસ્સો તેના પુત્ર માટે ફાટી નીકળશે. અહેવાલો અનુસાર, ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે.

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ ના ગીતો, સંવાદો, વાર્તા ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા.આ ફિલ્મે તે વખતે 100 કરોડ કમાયા હતા આ સાથે ઘણા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા હતા.

 

 

 

 

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code