1. Home
  2. ગુજરાતી
  3. Google હટાવવા જઈ રહ્યું છે YouTube Music નો આ ખાસ ફાયદો,યુઝર્સને પડી શકે છે મુશ્કેલી
Google હટાવવા જઈ રહ્યું છે YouTube Music નો આ ખાસ ફાયદો,યુઝર્સને પડી શકે છે મુશ્કેલી

Google હટાવવા જઈ રહ્યું છે YouTube Music નો આ ખાસ ફાયદો,યુઝર્સને પડી શકે છે મુશ્કેલી

0
  • Google હટાવશે YouTube Music નો આ ફાયદો
  • યુઝર્સને પડી શકે છે મુશ્કેલી
  • ૩ નવેમ્બરથી કરવામાં આવશે બદલાવ

ગૂગલ હાલમાં YouTube Music માટે ફ્રી બેકગ્રાઉન્ડ પ્લેબેક સપોર્ટ લાવ્યું છે, જો કે આ બેનેફિટથી યુઝર્સને ફાયદો થશે પરંતુ જો તેઓ પ્રીમિયમ માટે પેમેન્ટ નહીં કરે તો તે એક સાથે વીડિયોનો આનંદ માણી શકશે નહીં. હમણાં સુધી, યુ ટ્યુબ મ્યુઝિક યુઝર્સ ફક્ત એપ ઓપન કરતી વખતે જ મ્યુઝીક સાંભળી શકતા હતા, પરંતુ નવા બેકગ્રાઉન્ડ પ્લેબેક સપોર્ટ સાથે, જે કંપનીની એડ-સપોર્ટેડ સર્વિસમાં ફેરફારનો ભાગ હોવાનું કહેવાય છે, યુઝર્સ બેકગ્રાઉન્ડ પ્લે સાથે તેમના મનપસંદ ગીતો સ્ટ્રીમ કરવામાં સક્ષમ હશે. આનો મતલબ એ છે કે,કોઈપણ વ્યક્તિ એપને ઓપન રાખ્યા વગર જ સાંભળી શકે છે.

જો કે, ફ્રી-ટાયર યુઝર્સ એપ્લિકેશન પર અન્ય ઉપયોગી સુવિધાનો લાભ લઈ શકે છે- વીડિયો સ્ટ્રીમિંગ ગુમાવ્યાની કિમત પર લાભ ઉઠાવી શકે છે.9to5Google દ્વારા સ્પોટ કરેલા યુટ્યુબ મ્યુઝિક સપોર્ટ પેજ મુજબ, કંપની ટૂંક સમયમાં મ્યુઝિક વીડિયો જોવાને માત્ર પ્રીમિયમ-સ્તર સુધી મર્યાદિત કરશે. આનો સીધો અર્થ એ છે કે યુ ટ્યુબ મ્યુઝિક ફ્રી યુઝર્સ માટે ઓનલી-ઓડિયો એપ તરીકે રહેશે. જો કે, તેઓ હજુ પણ નિયમિત YouTube એપ પર વિડીયો સ્ટ્રીમ કરી શકશે.

9to5Google દ્વારા અહેવાલ મુજબ, સપોર્ટ પેજ બે સ્તરો વચ્ચેના કેટલાક તફાવતો સમજાવે છે, જેમાં બેકગ્રાઉન્ડમાં સંગીત સાંભળવું, શફલ પ્લે પર્સનલાઇઝડ મિક્સ, લાખો ગીતો અને હજારો પ્લેલિસ્ટને ફ્રી-ટાયરમાં મફતમાં એક્સપ્લોર કરવા અને ડીમાન્ડ પર ગીત સંભાળવા, YouTube મ્યુઝીક પર વીડીયો જોવા,પ્રીમિયર-ટીયરમાં એડ મફત સ્ટ્રીમીંગ સામેલ છે.

આ ફેરફાર 3 નવેમ્બરથી શરૂ થાય છે, તે જ દિવસે પ્લેટફોર્મ પર બેકગ્રાઉન્ડ પ્લેબેક સપોર્ટ રિલીઝ થશે. 9to5Google અનુસાર, ફેરફાર પહેલા કેનેડામાં શરૂ થશે અને પછી અન્ય પ્રદેશો અનુસરશે. જ્યારે ઓડિયો-ઓનલી વિઝ્યુઅલ કેટલાક યુઝર્સને પરેશાન કરી શકે છે, અહેવાલો સૂચવે છે કે, આ ફેરફાર કદાચ એપલના નવા લોન્ચ કરેલા વોઇસ પ્લાનની અસર છે. આ સપ્તાહે એપલની અનલેશેડ ઇવેન્ટમાં સસ્તી યોજના રજૂ કરવામાં આવી હતી અને ગૂગલ તેના સ્પર્ધક સાથે મફત ‘રેડિયો જેવા’ સ્તર સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

યુટ્યુબ મ્યુઝિક સપોર્ટ પેજ અનુસાર, યુટ્યુબ પ્રોડક્ટ મેનેજર જેસન રોબિન્સન 21 ઓક્ટોબરના રોજ એએમએ હોસ્ટ કરશે જેથી ફેરફારોની વિગતવાર વિગતો અને તેનો પ્રતિસાદ આપવામાં મદદ મળી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code