1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત પર નહી ચાલે વેચાણકર્તાઓની મનમાની, કિંમત થઈ નક્કી
મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત પર નહી ચાલે વેચાણકર્તાઓની મનમાની, કિંમત થઈ નક્કી

મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત પર નહી ચાલે વેચાણકર્તાઓની મનમાની, કિંમત થઈ નક્કી

0
  • મહારાષ્ટ્રમાં માસ્કની કિંમત નક્કી
  • વેચાણકર્તાઓ નહી લઈ શકે મનફાવે તેમ રૂપિયા
  • મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ કરી જાણ

અમદાવાદ: કોરોના મહામારીમાં માસ્કનું ખુબજ મહત્વ છે જેને લઇને વેચાણકર્તા આડેધડ ગ્રાહકો પાસે રૂપિયા લઈ રહ્યા છે. આ મહામારીમાં માસ્ક દરેકની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકી છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ વધુ છે જેથી માસ્કની જરૂરિયાત પણ વધી છે. મહારાષ્ટ્રમાં આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે સરકારે એન-95, બે અને ત્રણ લેયર માસ્કના ભાવની મર્યાદા લગાવી દીધી છે. મંત્રીએ કહ્યું કે, આ મર્યાદા ખાનગી હોસ્પિટલો અને સપ્લાયર્સને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એન-95 માસ્ક 19થી49 રૂપિયા વચ્ચે સપ્લાય કરવામાં આવશે જ્યારે બે અને ત્રણ લેયર વાળા માસ્ક ત્રણથી ચાર રૂપિયાના ભાવે પૂરા પાડવામાં આવશે, આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે સપ્લાયર્સ આ માસ્કની કિંમત માટે એમઆરપીના 70 ટકા સુધી બોલી લગાવી શકે છે, જ્યારે હોસ્પિટલો દર્દીઓ પાસેથી ખરીદી કિંમતથી 110 ટકા સુધીનો ચાર્જ લગાવી શકે છે.

જો કે આરોગ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું કે, જો માસ્ક અંગે કોઈ ફરિયાદ હોય તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર અને જિલ્લા કક્ષાના અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, માસ્ક જરૂરી બનતા એમઆરપીથી ખુબજ વધુ કિંમત લગાવીને વેચાણકર્તા વેચતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેને લઇને અનેક રાજ્યમાં આ પેહલા પણ માસ્કની ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવી હતી.

_Sahin

LEAVE YOUR COMMENT