Site icon Revoi.in

સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત

Social Share

અમદાવાદઃ રાજ્યના સરકારી કોલેજોના અધ્યાપકો ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત છે. છેલ્લા 6 માસથી સરકારી પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને મળવા પાત્ર ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે સર્વિસ બુકોને નાણાં વિભાગમાં મોકલવામાં આવી હતી. નાણાં વિભાગે તેમાં જે ભૂલો કાઢી તે અંગે ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા કોઇ જ ખુલાસો કરવામાં નહી આવતા છેલ્લા 6 માસથી અધ્યાપકોનો ઉચ્ચત્તર પગારધોરણના લાભ મળતો નથી. આથી અધ્યાપકોમાં નારાજગી જાવા મળી રહી છે.

ગુજરાતની 31 સરકારી પોલિટેકનિકલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોને મળવાપાત્ર ઉચ્ચત્તર પગારધોરણના લાભથી વંચિત રાખીને આર્થિક અન્યાય કરવામાં આવી રહ્યો છે. અધ્યાપકો પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં તેમજ કોલેજનું વહિવટી તેમજ શૈક્ષણિક કામગીરીમાં કોઇ જ કચાશ રાખતા નથી. તેમ છતાં પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને નોકરીના વર્ષોના આધારે ઉચ્ચત્તર પગારધોરણનો લાભ આપવામાં આવે છે. તેમાં અધ્યાપકોને 5400થી 6000 ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે છે. જોકે ટેકનિકલ શિક્ષણ વિભાગે રાજ્યભરની 31 પોલિટેકનિક કચેરીઓના અધ્યાપકોને ઉચ્ચત્તર પગારધોરણનો લાભ આપવા માટે સર્વિસબુકોમાં જરૂરી એન્ટ્રી કરીને તેની મંજૂરી માટે નાણાવિભાગમાં મોકલવામાં આવી હતી. જોકે નાણાવિભાગે સર્વિસબુકોનો અભ્યાસ કરીને અમૂક ભૂલો સાથે ટેકનિકલ શિક્ષણ વિભાગને માહિતી આપવામાં આવી છે. જોકે નાણાં વિભાગે પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને ઉચ્ચત્તર પગારધોરણ માટે લાભ આપવા રજૂ કરેલી ત્રૂટીઓને દૂર થાય તે માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ ખૂલાસા કરવામાં આવ્યા નથી. જેને પરિણામે છેલ્લા 6 માસથી પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે ચાતક બનવાની ફરજ પડી રહી છે. પોલિટેકનિક કોલેજના અધ્યાપકોને ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા તાકીદે કરવામાં આવે તે માટે પોલિટેકનિક અધ્યાપક મંડળે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી.

Exit mobile version