
રાજ્યમાં હવે સરકારી સ્કુલની બોલબાલાઃ 60 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલ છોડી સરકારી સ્કુલના શરણે
- રાજ્યમાં સરકારી શાળોની વધી બોલબાલા
- 61 હજાર વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ શાળા છોડી સરકારીમાં દાખલો કરાવ્યો
અમદાવાદઃ છેલ્લા ઘણા વર્ષોથી વાલિઓમાં પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં અથવા તો ગુજરાતી મીડિયમમાં પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવાનું ઘેલું લાગ્યું છે, આ સહીત બાળકો સરકારીમાં નહી પરંતુ પ્રાઈવેટ શાળાઓમાં ભણે તેવો તમામ વાલીઓનો આગ્રહ હોય છે, સામાન્ય પરિવારના લોકો પણ પ્રાઈવેટ સ્કુલનો મોહ રાખીને જેમ તેમ કરી બાળકોની ફી ભરી પોતાના બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં જ મોકલતા હતા, જો કે કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં વાલીઓનો આ આગ્રહ ઘટ્યો છે, પ્રાઈવેટ સ્કુલની જગ્યાએ હવે સરકારી સ્કુલની બોલબાલા વધતી જોઈ શકાય છે.
જો રાજ્યમાં આ વર્ષની વાત કરવામાં આવે તો કુલ 61 બજાર જેટલા બાળકોએ પ્રઆવેટ સ્કુલને ટાટા બાય બાય કહી દીધું છે અને સરકારી શાળાના શરણે આવ્યા છે.આ પરથી ચોક્કસ કહેવું રહ્યું કે સરકારી શાળાઓનું શિક્ષણ હવે ગુણવત્તા સભર જોવા મળે છે.
ગુજરાતના મેગા સિટી અમદાવાદની જો વાત કરીએ તો અહીં ખાનગી શાળામાંથી 4 હજાર 500 જેટલા બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીધું છે, તો રાજ્યભરમાં કુલ 61 હજાર બાળકો ખાનગી સ્કુલમાંથી સરકારી શાળા તરફ વળ્યાં છે.
આ માટેનનં ેક મહત્વનું કારણ કોરોના મહામારીને કહી શકાય છએ, આર્થિક સંકટ આવતા અનેક વાલીઓએ પોતાના બાળકોની ફી ના કારણે સરકારી શાળાઓ પસંદ કરી છે,હવે પ્રાઈવેટ સ્કુલ કરતા સરકારી શાળામાંએજમિશન લેતા આંકડા વધતા જોવા મળે છે.રાજ્યમાં 2014 ના ત્રણ વર્ષ બાદ સંખ્યા ઘટી પરંતુ ત્યાર બાદ ઉછાળા સાથે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશનો આંક 61 હજાર પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે તેના પાછળ સરકારી શાળાનું સુધરતું ગુણવત્તા વાળું શિક્ષણ પણ એક કારણ છે, અમદાવાદ શહેરમાં કુલ 400થી વધારે સરકારી શાળા છે.આ 400 શાળામાં હવે 10 સ્માર્ટ શાળાનો સમાવેશ થતા સરકારી શાળાનું સ્તર વધ્યું છે. તો અન્ય 25 સ્માર્ટ શાળા અને 10 હાઈટેક શાળાની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવશે, આ સાથે જ ચાલુ વર્ષ દરમિયાન સરકારી શાળામાં હજી પણ સંખ્યા વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.