1. Home
  2. ગુજરાતી
  3. સરકારનો પેટ્રોલ-ડીઝલને વપરાશને લઈને મોટો નિર્ણય
સરકારનો પેટ્રોલ-ડીઝલને વપરાશને લઈને મોટો નિર્ણય

સરકારનો પેટ્રોલ-ડીઝલને વપરાશને લઈને મોટો નિર્ણય

0
Social Share
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના
  • સરકાર કરી શકે છે જાહેરાત
  • સરકારનો આ બાબતે નવો પ્લાન

પેટ્રોલ ડીઝલની કિંમત ભલે સરકાર દ્વારા ઓછી કરવામાં આવી હોય પરંતુ હજી પણ લોકોને આર્થિક રીતે કિંમત મોંઘી તો પડી જ રહી છે. આવામાં સરકાર દ્વારા રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભારત સરકાર હવે પોતાનો 5 મિલિયન બેરલનો રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરશે જેનાથી લોકોને રાહત મળી શકે છે.

આ પ્રકારનો નિર્ણય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર હરદિપ સિંઘ પુરીની કેટલાક અધિકારીઓ સાથેની મિટિંગ બાદ લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,મોટા ભાગના ખાડીના દેશો પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડ વધારવા માટે જાણી જોઈને તેનું ઉત્પાદન ઓછું કરી રહ્યા છે અને તેના કારણે ક્રુડ ઓઈલની આયાત કરનાર દેશો પાસેથી ખાડીના દેશો અઢળક ડોલર કમાઈ રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતના કારણે મધ્યમ વર્ગના લોકોને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે અને હજૂ પણ તેઓ કરી રહ્યા છે. આવામાં સરકાર દ્વારા નવેમ્બર મહિનાની શરૂઆતમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ભારતમાં રોજ 50થી 55 લાખ બેરલ ક્રુડ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એવું કહી શકાય કે ભારતમાં રોજ આટલા બેરલ ક્રુડઓઈલનો ઉપયોગ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code