1. Home
  2. ગુજરાતી
  3. ટેક્સ ચોરી ઘટાડવા જીએસટીના ઇ-વે બિલને ફાસ્ટેગ બાદ હવે મોબાઈલ એપ સાથે જોડાયું

ટેક્સ ચોરી ઘટાડવા જીએસટીના ઇ-વે બિલને ફાસ્ટેગ બાદ હવે મોબાઈલ એપ સાથે જોડાયું

0
Social Share

અમદાવાદઃ કોરોના કાળમાં સરકાર હવે આવક વધારવા ટેક્સ ચોરી સામે વધુ સક્રિય બની છે.જીએસટીના ઇ-વે બિલને ફાસ્ટ ટેગ સાથે જોડવામાં આવ્યા છે. તમામ ટોલ પ્લાઝા માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આ‌વ્યા છે. આ પગલાથી હવે ઇ-વે બિલમાં જે ગાડી નંબર દર્શાવવામાં આવી હોય તેની વિગતો અધિકારીઓ મેળવી શકશે. આ પગલાથી હવે ઇ-વે બિલમાં જે ગાડી નંબર દર્શાવવામાં આવેલ હોય તેની વિગતો અધિકારીઓ મોબાઇલ એપથી જાણી શકશે. આમ પેટ્રોલિંગ કરતા અધિકારી તેમના મોબાઇલમાં જ નજીકના ટોલટેક્સ ઉપરથી પસાર થતા વાહનમાં કેટલા પ્રમાણમાં માલ છે તેની જાણકારી મેળવી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના તમામ ટોલનાકા પર વાહનોને પસાર થવા માટે ફાસ્ટટેગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જેમાં જીએસટીના ઈ-વે બીલને ફાસ્ટટેગ સાથે જોડવામાં આવ્યું છે. તેથી હવે ઇ-વે બિલમાં જે ગાડી નંબર દર્શાવવામાં આવી હોય તેની વિગતો અધિકારીઓ મેળવી શકશે. જીએસટી અધિકારીઓને માટે ખાસ મોબાઇલ એપ બનાવાઈ છે. આ એપ દ્વારા અધિકારીઓ પોતે જે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હોય તે વિસ્તાર નજીકના ટોલ પ્લાઝાને પોતાના મોબાઇલ લિંક કરવાના રહેશે. જ્યારે કોઇ ટ્રક આ ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે એલર્ટ અધિકારીને એપ ઉપર મળશે. આ એપ ઉપર અધિકારીને તમાકુ જેવી વસ્તુનું વહન કરતા વાહનોની વિગત પણ મળી રહેશે. આ ઉપરાંત અધિકારી કોઇ ખાસ વાહન અથવા ખાસ જીએસટી નંબરના માલ વહનને પણ ટ્રેક કરી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code