
GTUના મેકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે
અણદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી હોસ્પિટલમાં સહયોગ આપશે.
જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને ઓક્સિજન વપરાશની કામગીરીના મોનીટરીંગ માટેના ચક્રો ગતિમાન કરાયા છે. જે અંતર્ગત વિવિધ સરકારી હોસ્પિટલો માટે જીટીયુ તરફથી પ્રત્યેક હોસ્પિટલ દીઠ ત્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં એક સિનિયર ફેકલ્ટી, એક પીએચડી કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી સહિતના ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવનાર છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની વિવિધ કોલેજોના 40 જેટલા મિકેનિકલ ઈજનેરી વિભાગના અધ્યાપકો, વિદ્યાર્થીઓ નિર્ધારિત સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનના વપરાશ, મોનીટરીંગની કામગીરી હાથ ધરશે. આ અધ્યાપકોની પસંદગી માટેના ચક્રો ગતિમાન કરાયા છે અને તેઓ જીટીયુની ગાઈડ લાઈન પ્રમાણે આરોગ્ય વિભાગ સાથે રહીને આગળની કાર્યવાહી હાથ ધરશે.