- 9 તબક્કામાં 100 ટકાની અરજીનો નિરાલ કરાયો
- અત્યાર સુધીમાં 10 તબક્કા યોજાયા
ગાંધીનગરઃ રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાતા, 99.89 ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. 23 સેવાથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, જેવા વિવિધ વિભાગોની કુલ 55 સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.