
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ : રાજકોટમાં ભગવો લહેરાયો, તમામ બેઠકો પર ભાજપનો કબજો
રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આજે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. રાજકોટ શહેરની તમામ બેઠક પર ભાજપે કબજો કરી લીધો છે જે બાદ શહેર કમલમ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉજવણી કરી હતી.
રાજકોટ પશ્ચિમ જે ભાજપનો ગઢ ગણાય છે અને આ જ બેઠક પરથી PM મોદી અને પૂર્વ CM વિજય રૂપાણી સહિતના નેતાઓ વિજયી થયા છે.ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહનો ભવ્ય વિજય થયો છે.તેઓએ વિજય રૂપાણીનો રેકોર્ડ તોડ્યો છે.અને 1.05 લાખની લીડ મેળવી હતી. આ સાથે રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ ની ભવ્ય જીત થઇ છે.જેને લઇને કાર્યકરો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ તિલાળા ની જીત થઈ છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયા ની જીત થઈ છે. ધોરાજી બેઠક પર ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત થઇ છે . ડો . મહેન્દ્ર પાડવીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,ભાજપની બહુમતીથી જીત થશે અને કોંગ્રેસની સર નિશ્ચિત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.ધોરાજી કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર સોરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહ્યું છે.અને આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે.
જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાની જંગી લીડ સાથે જીત થઈ છે .10 રાઉન્ડને અંતે જયેશ રાદડીયાને 39000 ની લીડ સાથે જીત થઈ છે. જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે હાર સ્વીકારી છે. ગોંડલમાં ગીતાબા જાડેજાના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા . અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી.24000 થી વધુ મતથી આગળ ભાજપના ગીતાબા જાડેજા હોવાનું જણાઈ રહ્યું છે.જેને લઈએ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો , પુના , મુંબઈ,નાસિકથી બેન્ડ બાજા પાર્ટી બોલાવી હતી . ‘