
અમદાવાદ:રાજ્યમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ફરીવાર હવે દરેક ડેમની સ્થિતિ જાણવામાં આવી રહી છે. જાણકારી અનુસાર દરેક ડેમમાં હાલ કેટલી પાણીની આવક તેના વિશે જાણકારી મેળવીશુ. જો સૌથી પહેલા દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે.
આ પછી જો વાત કરીએ ગુજરાતના 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરેલા છે. જ્યારે ગુજરાતના 207 ડેમમાં 44.38 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47.89 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.08 ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ સાડા નવ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા નવ ઈંચ, વલસાડાના કપરાડામાં સાડા આઠ ઈંચ, વલસાડાના પારડીમાં સાત ઈંચથી વધુ, વાપી અને વીસાવદરમાં 6.5 ઈંચ, ભેસાણ અને વલસાડમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 35 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 56 તાલુકાઓમાં 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 107 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ, જ્યારે 143 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
હાલમાં જો અન્ય ડેમની વાત કરવામાં આવે તો કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 51.73 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 14 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 45.73 ટકા જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો છે.
રાજ્યમાં કેટલાાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ડેમની એકદમ નજીકના વિસ્તારમાં ગામડાઓ વસેલા છે, તો જ્યારે કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય અને જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવવાનું હોય ત્યારે તંત્ર દ્વારા આ લોકોને જાણ પણ અગાઉથી કરી દેવામાં આવે છે અને ડેમમાં પાણીની આવકનું ધ્યાન રાખતી ટીમ પણ આ બધી બાબતો પણ બાજ નજર રાખતા હોય છે.