Site icon Revoi.in

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10-12ની પરીક્ષા દરમિયાન ઘૂળેટીના દિને કાર્યક્રમમાં ફેરફાર કરાયો

Social Share

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી – માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બોર્ડના અધિકારીઓએ શૈક્ષણિક કેલેન્ડર જોયા વિના જ તા.4થી માર્ચને ધૂળેટીના જાહેર રજાના દિવસે પણ પરીક્ષા લેવાનું જાહેર કર્યુ હતું. આ અંગે  શૈક્ષિક સંઘ દ્વારા રજુઆત કરાતા બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને હવે ધો.10 અને 12ની પરીક્ષા જે 4-3-206ને ધૂળેટીના દિને લેવાની હતી. એમાં ફેરફાર કરીને અન્ય તારીખોએ પરીક્ષા લેવાશે.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી – માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ધૂળેટીને દિને એટલે કે 4થી માર્ચે પરીક્ષા લેવાનું ટાઈમ ટેબલમાં જોહેર કરાયું હતું પણ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં સુરેન્દ્રનગર આચાર્ય સંઘના ભરતસિંહ ચાવડાએ જણાવ્યું કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ 4/3/2026 નક્કી કરી હતી. પરંતુ જાહેર રજાઓ – 2026ની યાદી મુજબ તારીખ 4/3/2026 ધુળેટી રજા તરીકે જાહેર કરી છે. ધો.10ની પરીક્ષા જે 4-3-206ના રોજ સામાજીક વિજ્ઞાન હતુ તે 18-3-2026 તારીખ કરાયું છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનું 4-3-2026ના રોજ નામાના મૂળતત્વો, ઇતિહાસ, તા. 17-3-2024 કરાઇ છે. જ્યારે  ધૂળેટીના દિનો લેવાનારી જીવવિજ્ઞાન અને કૃષી રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર વાણીજ્ય સંચાલન, સમાજ શાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષાની તારીખ બદલીને 18-3-2026 કરાઇ છે. આ ઉપરાંત ઉપરાંત સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની તા.4-3-2026 હતીતે હવે 16-3-2026 કરાઇ છે. જોકે પરીક્ષાની તારીખ બદલાઇ છે પરંતુ સમય પહેલા હતો તે જ રખાયો છે.

Exit mobile version