1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ 50 આઈટીઆઈના અભ્યાસક્રમમાં ડ્રોન કોર્સનો સમાવેશ કરાશે

ગુજરાતઃ 50 આઈટીઆઈના અભ્યાસક્રમમાં ડ્રોન કોર્સનો સમાવેશ કરાશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે, દરમિયાનગુજરાતની આઈટીઆઈમાં ડ્રોન કોર્ષ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની 50 ITI માં ડ્રોન કોર્સનો પ્રારંભ કરવામાં આવશે. આઈટીઆઈના શિક્ષકોને હાલ ડ્રોનને લઈને તાલિમ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના દરેક ITI ખાતે બે ડ્રોન આપી વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવામાં આવશે. આ કોર્ષમાં ખેતી,પોલીસ સર્વેલન્સ, ડિઝાસ્ટરને લગતી કામગીરી કરી શકશે. 50 ITIમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી ITI નો પણ સમાવેશ થશે. આઈટીઆઈમાં ડ્રોનનો અભ્યાસક્રમ શરૂ કરવાનો હોવાથી શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તેમજ ડ્રોનના ઉપયોગ અને ઉત્પાદનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરી સુચનો કર્યાં હતા.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code