1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.

વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1-2ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code